Ananddhara
₹200.00આનંદધારા એક વાર અચાનક હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી. આખી સાંજ ઘરમાં એકલી હતી. કુતૂહલ ખાતર થોડાં પાનાં ઉથલાવ્યાં. થોડાં વાંચ્યાં. અને પુસ્તકે મારણવિદ્યાનો મંત્ર ભણ્યો હોય એમ મારે આખું પુસ્તક ફરી ફરીને વાંચવું પડ્યું. મેરીલિન એટલે સેક્સ બૉમ્બ... મેરીલિન એટલે પુરુષોની ભૂખી... ફણ આ એક બીજી... read more
Category: Novel
Anasar
₹300.00સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા અણસાર વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે. - ગુણવંત શાહ ‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી. - દીપક મહેતા ‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને... read more
Category: Novel
Avaj No Aakar
₹110.00પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!... read more
Category: Novel
Bandivan
₹325.00બંદીવાન વર્ષા અડાલજા જિંદગી જબ મૌન કારાગાર હો "ગંગાજલ ડાલ દિયા?" "લાઇટ આઉટ કિયા?" ૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર... read more
Category: Novel
Chhevat Nu Chhevat
₹199.00એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ. ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ... એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો. ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ... ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા... read more
Category: Novel
Laxagruh
₹325.00લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more
Category: Novel
Mare Pan Ek Ghar Hoy
₹149.00બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે; પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ ન હતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું'તું. રહ્યો’તો કેવળ ધિક્કારનો કીચડ... ને... read more
Category: Novel
Mati Nu Ghar
₹199.00ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના... read more
Category: Novel
Mrutyudand
₹350.00મૃત્યુદંડ રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં... read more
Category: Novel
Panch Ne Ek Panch
₹140.00કેટલીક નવલકથાઓ કાળના વહેણમાં તણાઈ જતી હોય છે તો કેટલીક શાશ્વત હોય છે. આ નવલકથા – જે તમારા હાથમાં છે – એ કાળના વહેણમાં તરતી રહી છે એનું એક અને માત્ર એક જ કારણ કે એમાં જિવાતી જિંદગીનાં નાનાં-મોટાં રહસ્યો વણાયેલાં છે. રહસ્યને જાણવાની તાલાવેલી અબાલવૃદ્ધ સૌને હોય છે. આ... read more
Category: Novel