M. V. Kamath
5 Books / Date of Birth:- 07-09-1921 / Date of Death:- 09-10-2014
શ્રી એમ. વી. કામથ પાસે પાંચ દાયકાના વૈવિધ્યપૂર્ણ અનુભવોનો સમૃદ્ધ ખજાનો હતો. વિશ્વભ્રમણ દરમિયાન એમણે લોકોને એમની બાજ નજરે નિહાળ્યા. એમની પાસે સમાચારો પારખવાની તીવ્ર ગંધશક્તિ હતી. સમાજના દરેક સ્તરના લોકો સાથે તેમને ભેટો થયો છે. રાજવીઓથી માંડીને નૉબલ પારિતોષિક વિજેતાઓ, ફિલ્મ અને નાટ્યજગતની વિખ્યાત હસ્તીઓથી માંડીને રાજકીય ક્ષેત્રે નામાંકીત રાજકારણીઓ અને મુત્સદ્દીઓ જેવાં અનેકને તેઓ મળ્યા છે.પત્રકારત્વએ તેમના માટે વિશાળ દુનિયાના દ્વાર ખોલી નાંખ્યા. તેઓ ‘ઇલેક્ટ્રેટેડ વીકલી’ના તંત્રી હતા. ખબરપત્રી, તંત્રી અને પત્રકાર તરીકે એમની ઉજ્જવળ કારકિર્દી મુંબઈ, બૉન, ન્યુયોર્ક, પેરિસ અને વોશિંગ્ટન ડી.સી.ના રંગે રંગાઈ હતી. એમણે ‘ફ્રી પ્રેસ જર્નલ બુલેટીન’, ‘ભારત જ્યોતિ’ના તંત્રી તરીકે, પી.ટી.આઈ.ના યુ.એન. ખાતેના સંવાદદાતા તરીકે, ‘યુનાઇટેડ એશિયા’ના આલેખ પ્રદાન કરનાર તંત્રી તરીકે અને ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના વિદેશ સંવાદદાતા તરીકે કામગીરી બજાવી છે. તેઓ મનીપાલ ઍકેડમી ઑફ હાયર એજ્યુકેશન દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશનના માનદ્ નિયામક હતા. 2004માં ભારત સરકાર એ તમને ‘પદ્મભૂષણ ઍવૉર્ડ’ સન્માનિત કર્યા હતા.