1 Book / Date of Birth:-
24-10-1865 / Date of Death:-
09-03-1944
ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગોમંડલના નિર્માણ માટે જાણીતા છે.
ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.
અભ્યાસ
રાજકોટની રાજકુમાર કૉલેજમાં
૧૮૮૭ - સ્કોટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડૉકટરી અભ્યાસ)
૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
૧૮૯૫ – એડિનબરો રોયલ કૉલેજમાંથી એફ.આર.સી.પી. અને એમ.ડી -આયુર્વેદના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે