પારેખ મધુસૂદન હીરાલાલ 'કીમિયાગર', 'પ્રિયદર્શી', 'વક્રદર્શી' ગુજરાતી ભાષાનાં જાણીતાં હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતા, જ્યારે તેમનું મૂળ વતન સુરત છે. તેમના સર્જન માટે તેમને ૧૯૭૨માં ‘કુમાર પારિતોષિક’ પ્રાપ્ત થયો હતો. 1958માં ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ પર PhD. 1945-57 સુધી ભારતી વિદ્યાલય અમદાવાદમાં શિક્ષક. 1955-83 સુધી હ. કા. આર્ટસ કૉલેજ અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. 1961 થી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી. 1974 થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી. ગુજરાત સમાચાર ઉપરાંત ‘ગુજરાત ટાઈમ્સ’, ‘શ્રી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો પ્રકાશિત થયા છે.