Benjamin Franklin
1 Book
બેન્જામિન ફ્રેન્કલિન યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના બંધારણના ઘડવૈયાઓમાંના એક હતા.
તેઓ અગ્રેસર લેખક, વ્યંગકાર, રાજકારણના જ્ઞાતા, રાજકારણી, વિજ્ઞાની, નવી શોધ કરનાર, સામાજિક કાર્યકર, મુત્સદ્દી (સ્ટેટ્સમૅન) અને રાજનીતિદક્ષ (ડિપ્લોમેટ) હતા.
તેમનો જન્મ બોસ્ટન, માસાચ્યુસેટમાં થયેલો. ફ્રેન્કલિનને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનમાં રસ હતો. એમણે ઇલેક્ટ્રિસિટીમાં કરેલા પ્રયોગો, સંશોધન અને સ્થાપેલા સિદ્ધાંતો દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થયેલી.
તેઓ કૉલોનીઓની એકતાના સમર્થક હતા. તેમણે રાજકારણના લેખક અને સક્રિય કાર્યકર તરીકે અમેરિકના રાષ્ટ્રનો વિચાર કર્યો. અમેરિકન ક્રાંતિ વખતે તેમણે મુત્સદ્દીની ભૂમિકા ભજવીને ફ્રાંસની સાથે કરાર કરીને મૈત્રી સ્થાપી, જેને કારણે અમેરિકા સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યું.