Vinayak Jadav
1 Book
વિનાયક જાદવ સેંટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના અધ્યાપક છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યમાં અને અમેરિકાની માર્કેટ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતકનાં અધ્યયનો બાદ સાહિત્યિક પત્રકારત્વ વિષયમાં પીએચ.ડી. મેળવીને આજે સાહિત્ય તેમજ પત્રકારત્વનાં ઉભયક્ષેત્રે કાર્યશીલ છે. ‘આદિલોક’ નામે આદિવાસી સામયિક શરૂ કરીને છેલ્લાં ૧૩ વર્ષથી તેના પ્રકાશન કાર્યમાં સક્રિય છે. 2017થી દક્ષિણ એશિયાઈ અંગ્રેજી સામયિક ‘જીવન’ના તેઓ તંત્રી છે. 2008થી તેઓ ધર્મ, શિક્ષણ તેમજ સમાજલક્ષી નિસ્બત ધરાવતા સદી જૂના સામયિક ‘દૂત’ના માનદ્તંત્રી છે. શ્રદ્ધા, શિક્ષણ, સાહિત્ય તેમજ મીડિયા જેવા વિષયો પર સવા બસૌથી વધુ લેખો તેમજ માનવોત્કર્ષલક્ષી વ્યાખ્યાનો દ્વારા તેઓ લેખન અને વ્યાખ્યાન ક્ષેત્રે સેવારત છે. ‘આઝાદીની ચળવળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ તથા ‘મનુના ભારતમાં શુદ્રો’ તેમના અનુવાદ પુસ્તકો તેમજ ‘ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ પ્રવાહો અને પ્રયોગો’ તેમનો સંશોધનલક્ષી ગ્રંથ છે.

Showing the single result