Ross Reck
1 Book
ડૉક્ટર રોસ રેક લીડરશિપના સલાહકાર, લેખક અને વક્તા છે. તેમણે લેખક અને સહલેખક તરીકે અનેક પુસ્તકો લખ્યાં છે, જેમાં Engagement Formula, Turning Your Customers into Your Salesforce, The X-Factor, Destination Work, REVVD! An Incredible Way to Rev Up Your Workplace and Achieve Amazing Results અને The Win-Win Negotiator છે. તેમનો લોકપ્રિય અઠવાડિક ન્યૂઝલેટર અઢાર વર્ષોથી સફળ રીતે પ્રસિદ્ધ થાય છે. તેમના પુસ્તક ‘The Engagement Formula’માં રોસે એવી લીડરશિપ માટે ક્રમાનુસાર રીત જણાવી છે, જેને કારણે સહકાર્યકરો રસપૂર્વક કામમાં જોડાય. તેમણે આ રીત સફળ કંપનીઓની પદ્ધતિનો અભ્યાસ કરીને રચી છે. તેમણે જે કંપનીઓનો અભ્યાસ કરેલો તેમાં google, SAS, Southwest Airlines, Intel, Marriott International, Zappos, JetBlue, W.L.Gore and Associates અને Costcoનો સમાવેશ છે. આ કંપનીઓ ઉચ્ચતમ કક્ષાનાં નફો, ઉત્પાદકતા, ગ્રાહકોનો વિશ્વાસ અને કર્મચારીઓની વફાદારી ધરાવે છે. તેમણે અમેરિકા, કૅનેડા, મેક્સિકો, જર્મની, ફ્રાંસ, કૉલમ્બિયા, ઇક્વેડોર, બ્રાઝીલ, આર્જેન્ટિના, સિંગાપોર, મલેશિયા અને કોરિયામાં સફળ વર્કશૉપ્સ કર્યા છે. તેમનાં કસ્ટમર્સમાં Hewlett-Packard, John Deere, American Express, General Foods, Gillette, Glaxo, Kimberly Klark, IBM, Honeywell, Pfizer, Lucent Technologies, MetLife, Motorola, Neutrogena, Philip Morris, Rolls Royce, Shell Oil, Wells Fargo અને Xerox છે. ડૉક્ટર રેકે મિશિગન યુનિવર્સિટીમાંથી 1977માં Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1975થી 1985 સુધી તે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં મૅનેજમેન્ટના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. આ કાર્યકાળ દરમિયાન તે એકમાત્ર પ્રોફેસર હતા, જેમને ઉત્તમ શિક્ષણ આપવા માટે બે વખત ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. યુનિવર્સિટીએ તેમને ‘સર્વશ્રેષ્ઠ શિક્ષક’ તરીકે જાહેર કરેલા. 1985થી તે બિઝનેસની પદ્ધતિમાં કઈ રીતે સુધારો થઈ શકે તે ક્ષેત્રમાં કાર્યરત છે. વાચકોને ‘લીડિંગ from the Back’ પુસ્તક વાંચીને કેવા અનુભવ થયા તે જાણવાનું લેખકોને ગમશે. આ વિશે રવિ કાંતને ravi@leadfromback.com, હેરી પૌલને thepauls@cox.net તથા રોસ રેકને ross@rossreck.com પર તમારો પ્રતિભાવ જણાવવા વિનંતી.

Showing the single result