ધુની માંડલિયાનો જન્મ ઝિંઝુવાડા (સુરેન્દ્રનગર) ખાતે થયો હતો. તેઓ 1964માં બી.એ. થયા અને શરૂઆતમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ તેમણે કપાસ અને રૂનો ધંધો શરૂ કર્યો. 1970થી અમદાવાદમાં રેડીમેડ વસ્ત્રોનો ધંધો ચાલુ કર્યો. તેમના પ્રેરણાત્મક નિબંધો, ચિંતનાત્મક ધર્મલેખો અને કવિતા ક્ષેત્રે ગઝલસંગ્રહ ખૂબ જાણીતાં બન્યા છે.