અરુણા જુવાનસિંહ જાડેજા
એમ. એ. બી. એડ. (ગુજરાતી સાહિત્ય)
અધ્યાપન – વાડિયા વીમેન્સ કોલેજ, સુરત-1973-81
જન્મ મહારાષ્ટ્રિયન “બીલ્ગી” કુટુંબ માં થયો
અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવ્યા છે. તેમના મરાઠી કરતાં ઘણી વખત ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ જેવાં ગુજરાતી અને મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો