Shailesh J. Kalariya
3 Books
શૈલેષ કાલરિયા ‘દોસ્ત' બાળસાહિત્યકાર છે. મોરબી તાલુકાનાં કેશવનગર(જીવા૫૨) ગામના ખેડૂતપુત્ર શૈલેષ કાલરિયા કર્મથી જ નહીં સ્વભાવથી પણ શિક્ષક છે. શાળા, શિક્ષણ અને સમાજને બારીકાઈથી અનુભવી શક્યા છે. એની ફળશ્રુતિ સ્વરૂપે એમની લઘુકથાઓ અને બાળસાહિત્ય વિવિધ સમાચારપત્રો અને સામયિકોમાં પ્રસિદ્ધ થતું આવ્યું છે. અવારનવાર યોજાતા કવિસંમેલનોમાં પણ આ કવિ પોતાની રચનાઓ રજૂ કરે છે. સાહિત્ય દ્વારા જીવનલક્ષી મૂલ્યોને હળવેકથી રજૂ કરી દેવા, અનાયાસે કશુંક શીખવી દેવું એ એમના માટે સહજ સાધ્ય છે.