15 Books / Date of Birth:-
07-05-1861 / Date of Death:-
07-08-1941
રવિન્દ્રનાથ ટાગોર 'ગુરુદેવ' તરીકે પણ ઓળખાય છે.તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.૧૬ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો ૧૮૭૭માં લખ્યા. પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે