Mrugank Shah
4 Books / Date of Birth:- 28-01-1967
મૃગાંક શાહ જાણીતા કવિ, નાટ્યકાર, ફિલ્મ લેખક અને કૉલમિસ્ટ છે. એમણે ઘણા વર્ષો ગુજરાત સમાચારમાં ‘સત્યની બીજી બાજુ’ નામની લોકપ્રિય કૉલમ લખી હતી. ત્યારબાદ ‘નવગુજરાત સમય’માં દર રવિવારે એમની તથા એમના જીવનસાથી અમીષા શાહની સહિયારી કૉલમ ‘મહેફિલ’ ખૂબ લોકચાહના પામી છે. તેઓ પોતે સૅલ્ફહેલ્પ પુસ્તકોના લેખક છે. અર્બન ગુજરાતી ફિલ્મ્સ સાથે સંકળાયેલા મૃગાંક શાહ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મના સહનિર્માતા હતા તથા તાજેતરમાં સુપરહિટ થયેલી ફિલ્મ ‘સુપરસ્ટાર’ના તેઓ લેખક, સ્ક્રીનપ્લે રાઈટર તથા સહનિર્માતા છે. એમણે Social Work વર્કના ક્ષેત્રમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે અને વ્યવસાયે Human Resource Consultant છે. એમણે અને એમના જીવનસાથી અમીષાએ ભેગા મળીને સંપાદિત કરેલું અનોખું પુસ્તક ‘થેંક યુ મમ્મી’ ખુબ જ લોકપ્રિય થયું છે, જેમાં જુદા જુદા ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓએ પોતાની મા વિશેની લાગણીઓને વહેવા દીધી છે. આ પુસ્તકની ટૂંક સમયમાં જ પાંચ આવૃતિઓ થઈ છે. એમની કવિતા માણસના દિલનો પાસવર્ડ મેળવીને હૃદયની સાઈટમાં પ્રવેશી જાય છે, અને જોતજોતામાં તો આખી સાઈટ હેક કરી નાખે છે. એમની કવિતાની ખૂબી એ છે, કે એમાં અઘરા શબ્દોનો આડંબર નહીં પણ સીધી અને સરળ ભાષામાં દિલને અડે અને વિચારવાની ફરજ પડે એવી વાતો હોય છે. એમના પુસ્તકો ‘વજૂદ’, ‘વર્ટીકલ્સ’ અને ‘દસ્તક’ બહોળી પ્રસિદ્ધિ પામ્યા છે.
Social Links:-