Rajni Patel
2 Books
શ્રી રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે કે જેને ગુજરાતી સાહિત્યના આલમે ઉમળકાભેર એમના દિલની લગોલગ સ્થાન આપ્યું છે. સતત છ વર્ષથી કટારલેખક તરીકે `બંધ આંખે ઉજાગરા', `દાંપત્યનો દસ્તાવેજ' અને તાજેતરમાં ગુજરાતની જનતાના દિલમાં અલગ જગા કરીને ગોઠવાયેલ `મારી વહાલી સાસુમા' જેવી ત્રણ ત્રણ કૉલમો જેને લોકોએ પોતાની કૉલમ બનાવી છે. લોકોએ આવકારી છે અને પોંખી છે. શબ્દ જેની સવાર છે અને શબ્દ જેની સાંજ છે, શબ્દ જેની ભાષા અને શબ્દ જેનો ધર્મ છે. એવા શબ્દોના યાચક શ્રી રજની પટેલ ક્યારેક શબ્દોને મમળાવે છે તો ક્યારેક શબ્દોને રમાડે છે. તો ક્યારેક શબ્દને ઉપર ચડાવી અને ધીરેથી નીચે ઉતારી એમના ભાવકના દિલની લગોલગ એવી રીતે ગોઠવે છે કે વાચક પોતે `વાહ' બોલી ઊઠે છે અને એમના દિલમાં એક આગવું સ્થાન આપે છે. અને એટલે જ કદાચ શ્રી રજની પટેલની તમામ કૉલમો એ રજની પટેલની ન રહેતાં એમના ભાવકની બની રહે છે. નવું કન્ટેન્ટ, ભાષાની વિશિષ્ટ શૈલી અને ભીતર ઘૂંટાતી વેદનાની વાતોને બહાર કાઢી વેદનાના ખભા ઉપર હાથ મૂકીને વેદના અને વ્યથાને કઈ રીતે શાંત કરવા એ રજની પટેલની કૉલમ અને કલમ બંનેનું આગવું લક્ષણ છે.

Showing all 2 results