ઇન્દ્રા નૂયીએ ઈ.સ. 2006થી ઈ.સ. 2019 દરમિયાન PepsiCoનાં CEO અને ચૅરમૅન તરીકે સેવા આપી છે. ગ્રાહકો સાથેનાં યોગ્ય વર્તન, વિશાળ અને વૈશ્વિક કાર્યબળને સંચાલિત કરવા અંગેના યોગ્ય શાણપણ અંગેની વ્યૂહાત્મક વિચારસરણી માટે તેઓ સાહસિકો, કંપનીઓ અને વિવિધ સરકારો માટે આદરણીય રહ્યાં છે. સમાજમાં સર્વ લોકોને સમાવવા, મહિલાઓ અને ઇમિગ્રેન્ટ્સના સશક્તીકરણ અંગેના તેમના વિચારો માટે તેમને રોલમૉડલ ગણવામાં આવે છે. તેમને ભારતનું ત્રીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન `પદ્મભૂષણ’ અને યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમૅન્ટ દ્વારા `ઉત્કૃષ્ટ અમેરિકન’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે પંદર જેટલી માનદ્ પદવીઓ પ્રાપ્ત કરી છે. 2019માં યેલ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી આપવામાં આવી છે. તેમણે રાજ નૂયી સાથે લગ્ન કર્યાં છે. તેમને પ્રીતા અને તારા નામની બે દીકરીઓ છે.