Nayan Parikh
2 Books
મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ, સલાહકાર, રોકાણકાર, શિક્ષક અને વક્તા એ નયન પરીખની ઓળખ. થોડાં વર્ષોથી લેખક તરીકે પણ જાણીતા. IIM અમદાવાદથી ભણેલા એટલે ખાલી intelligenceને મહત્ત્વ આપે એવું નહીં. શરીર, મન અને આત્મા – ત્રણેયનું તેમના જીવનમાં મહત્ત્વ. શાંતિ, સ્વાસ્થ્ય, સંપત્તિ અને આધ્યાત્મિકતાનો સમન્વય. જિંદગીના બધા રંગ તેમની જીવનશૈલીમાં સામેલ. શબ્દો જેટલું જ મૌનને માણનારા. દવા અને સારવાર કરતાં સરળ સ્વાસ્થ્યની સમજને જીવનમાં ઉતારનારા. કુદરતના આશિક. ઘરના બાગમાં કલાકો બેસે. સમાચાર કરતાં સંબંધોને વધારે સમજનારા. બાહ્યમુખી કરતાં અંતર્મુખી વધારે. જાત સાથે પાક્કો સંબંધ. ઘરમાં, બગીચામાં અને કુટુંબમાં બિલકુલ ખૂંપેલા. રોજ ચાલવામાં જેટલો આનંદ લે તેટલી જ મજા રોજ સવારે મેડિટેશન, પ્રાર્થના અને યોગમાંથી લેનારા. સાહેબી અને સંપત્તિ જેટલી ભોગવે તેટલી જ મજા સાદગીમાં પણ લેનારા. સંપૂર્ણ અને સમતોલ જીવન જીવવામાં મશગૂલ. ભોપાલ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને ઇન્દોર સ્માર્ટ સિટી ડેવલપમૅન્ટ કૉર્પોરેશનના બોર્ડ મેમ્બર. અનેક સંસ્થાઓના બોર્ડ ઑફ ગવર્નર સભ્ય. ભારત સરકારના ટૅક્સ્ટાઇલ વિભાગની કમિટીના ભૂતપૂર્વ સભ્ય. મધ્યપ્રદેશ સરકારના રસ્તા તથા જળ વિભાગના ભૂતપૂર્વ સલાહકાર. અનેક શૈક્ષણિક સંસ્થાઓના માર્ગદર્શક અને સંસ્થાઓમાં ભણાવે છે. તેમના લેખ હાવર્ડ બિઝનેઝ રિવ્યૂમાં પ્રકાશિત થયા છે. અમદાવાદ ખાતે તેઓ `નયન પરીખ ઍન્ડ કન્સલ્ટન્ટ' નામે સંસ્થા છેલ્લાં 25 ઉપરાંત વર્ષોથી ચલાવે છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રોજેક્ટ, ફાઇનાન્સ અને સ્ટ્રેટેજિક મૅનેજમેન્ટ માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

Showing all 2 results