Ankit Desai
6 Books / Date of Birth:- 18-6-1990
માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરીને અંકિત દેસાઈએ 'ગુજરાત ગાર્ડીયન' અખબાર સાથે તેમના પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી. કરિયરની શરૂઆતથી જ ન્યૂઝપેપર્સ અને ન્યૂઝ પોર્ટલ્સના ફીચર રાઇટિંગના વિભાગમાં કામ કરવાની તક મળી હોવાથી તેમને 'khabarchhe.com' અને 'કોકટેલ જિંદગી' જેવાં જાણીતા મીડિયા હાઉસમાં મૅગેઝીન ઍડિટર અને ઍક્ઝિક્યુટિવ ઍડિટરની જવાબદારી નિભાવવાની તક મળી. હાલમાં તેઓ 'સંદેશ'માં સાપ્તાહિક કૉલમ લખે છે. 'નોખી માટીના માનવી', ' ડિજિટલી યોર્સ' અને 'ટ્રેન ટેલ્સ' જેવાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. પોતાના વિશાળ વાંચન તેમજ પત્રકારત્વના બહોળા અનુભવને આધારે અંકિત દેસાઇ ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડિંગ તેમજ ઈમેજ બિલ્ડિંગનાં ક્ષેત્રમાં સ્ટ્રેટેજિસ્ટ તેમજ બ્રેન્ડ કન્સલ્ટ તરીકે કામ કરે છે.
Social Links:-