દર્શાલી સોની 34 કરતાં વધારે પુસ્તકોની લેખિકા છે. તેમની બેસ્ટસેલર સિરીઝ "ચાલો શીખીશું" છે, જે માત્ર 22 વર્ષની ઉંમરે લખી છે. જ્યાં તેમણે મેનેજમેન્ટ, ક્રિએટીવીટી, ડિજિટલ માર્કેટિંગ, માઇન્ડ પાવર, ડિસીઝન મેકિંગ, ટાઇમ મેનેજમેન્ટ, માર્કેટિંગ, અમીર બનવું અને ઘણા જેવા વિવિધ વિષયો પર 18 થી વધુ પુસ્તકો લખ્યા છે.
તેમણે ‘સંસ્કૃત સાહિત્ય શ્રેણી’ નામની આધ્યાત્મિક શ્રેણી લખી છે, જેમાં ઉપનિષદ, વેદ, રામાયણ, મહાભારત, સંસ્કૃત નાટકો, બૌધકથાઓ અને ઘણા વધુ પુસ્તકો છે. તદુપરાંત ‘ધ અલ્ટિમેટ ગાઇડ ઑફ બિઝનેસ" શ્રેણી’ અને ‘તેનાલિરામ વાર્તાઓ અને મુલ્લા નસરુદ્દીન’ જેવી બાળકોની વાર્તાઓ પર પુસ્તકો પણ લખ્યા છે. દર્શાલીએ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે.
2017 થી તેઓ ફુલછાબ ન્યૂઝ પેપરમાં સૌથી નાની વયના કોલમિસ્ટ છે. તેમણે ફુલછાબમાં 150+ કરતા વધારે ફિલ્મ વિષયક વાતો લખી છે. તે સિવાય તેમણે ભારતમાં પહેલીવાર ‘મૂવી ટોક્સ’ નામની કન્સેપ્ટ શરૂ કરી છે. જ્યાં તે મૂવીની સમીક્ષા કરતા નથી પરંતુ હોલીવુડની મૂવીઝ શેર કરવાની વાર્તા કહે છે.