Panna Trivedi
7 Books
પન્ના ત્રિવેદી એક વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક, સંપાદક તથા અનુવાદક છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો ત્યારથી તેમની લેખનયાત્રા વણથંભી ચાલી રહી છે. તેઓ વ્યવસાયે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં ગુજરાતી વિભાગમાં આસિ. પ્રોફેસર તરીકે કાર્યરત છે. તે પૂર્વે તેમણે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા તથા અમદાવાદની વિવિધ સરકારી કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપનકાર્ય કર્યું છે. ‘બરફના માણસો’ તેમનો વાર્તાસંગ્રહ છે. આ પૂર્વે તેમના પાંચ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયેલ છે.ઍવૉર્ડ તથા પુરસ્કારસાહિત્ય અકાદમી, દિલ્લી તરફથી વર્ષ 2005ની ‘ઓથર્સ ટ્રાવેલ ગ્રાન્ટ’થી સન્માનિત.‘એકાંતનો અવાજ’ કાવ્યસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી કવિ દિનકર શાહ ‘જય’ પારિતોષિક.શ્રેષ્ઠ વાર્તા ‘રિહાઈ’ માટે ‘કુમાર’ તરફથી કમલા પરીખ પારિતોષિક, વર્ષ 2012.શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટે ‘સફેદ અંધારું’ ધૂમકેતુ ઍવૉર્ડથી સન્માનિત, વર્ષ 2014.ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વાર્તા સંગ્રહ ‘સફેદ અંધારું, વર્ષ 2014 માટે સિસ્ટર ભગિની નિવેદિતા ઍવૉર્ડ.વિવેચનસંગ્રહ ‘પ્રતિસ્પંદ’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક, વર્ષ 2014.કેતન મુનશી ઍવૉર્ડ શ્રેષ્ઠ વાર્તા ‘આંખ’ માટે, વર્ષ 2017.વિવેચન સંગ્રહ ‘યથાર્થ’ માટે કુમાર ફાઉન્ડેશન તરફથી ડૉ. સુરેશ જોષી ઍવૉર્ડ, વર્ષ 2017.‘ટ્રેન ટુ પાકિસ્તાન: એક અવિસ્મરણીય યાત્રા’ વર્ષ 2018ના ‘પરબ’ સામયિકના શ્રેષ્ઠ લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર.