Rajendra Mohan Bhatnagar
3 Books / Date of Birth:- 02-05-1938
રાજેન્દ્ર મોહન ભટનાગર ખૂબ જાણીતા લેખક છે. તેમનો જન્મ રોહતક, હરિયાણામાં થયો હતો. તેઓ Ph.D અને D. Litt. જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા હતા. તેઓ નવલકથાકાર, વાર્તાકાર અને સાહિત્યમાં સંશોધક તરીકે નામના ધરાવતા હતા. તેમની ખૂબ જાણીતી નવલકથાઓમાં ‘દિલ્લી ચલો’, ‘રાજ રાજેશ્વર’, ‘નીલે ઘોડે કા સવાર’, ‘અનંત આકાશ’, ‘નિર્ણય’, ‘ન ગોપી : ન રાધા’, ‘મહાબાનો’, ‘સ્વરાજ્ય’, ‘પ્યાર ખુદા હૈ’, ‘તરૂણ સંન્યાસી’, ‘પ્રેમ દીવાની’, ‘શુભ પ્રભાત’, ‘વાગ્દેવી’, ‘એક ઠહરી હુઈ રાત’, ‘મોનાલિસા’, ‘સર્વોદય’, ‘કુહરા’, ‘તમસો મા જ્યોતિર્ગમય’, ‘અંતિમ સત્યાગ્રહી’, ‘દહશત’, ‘જિંદગી કા અહેસાસ’, ‘રિવોલ્ટ’, ‘નયા મસીહા’, ‘સિદ્ધ પુરુષ’, ‘વસુધા’, ‘એક અંતહીન યુદ્ધ’, ‘શ્યામ પ્રિયા’, ‘દેવલીના’, ‘સન્નો’, ‘ગન્ના બૅગમ’, ‘મહાત્મા’, ‘સુરશ્યામ’, ‘અંદરકી આગ’, ‘માટીકી ગંધ’, ‘અમૃત ઘટ’, ‘પરિધિ’, ‘છાત્ર નેતા’, ‘મંચનાયક’, ‘ટૂટ આકાર’, ‘વૅલેન્ટાઈન ડે’ વગેરે છે. તેમની વાર્તાઓમાં ‘બસ્તી કા દર્દ’, ‘મોમ કી ઊંગલિયાં’, ‘માંગ કા સિંદૂર’, ‘ચાણક્ય કી હાર’, ‘એક ટુકડા ધૂપ’ વગેરે છે. તેમના નાટકોમાં ‘માટી કહે કુમ્હાર સે’, ‘મીરા’, ‘નાયિકા’, ‘સંધ્યા કા ભોર’, ‘સૂર્યાજી’, ‘તામ્રપત્ર’, ‘સારથિપુત્ર’, ‘રક્તધ્વજ’, ‘શતાબ્દી પુરુષ’, ‘સેનાની’, ‘દૂરભિસંધિ’ વગેરે છે. તેમના વિવેચનમાં ‘આધુનિક હિંદી કવિતા ઔર વિચાર’, ‘મહાકવિ ધનાનંદ’, ‘સૂરદાસ’, ‘કવિવર પ્રસાદ’ અને ‘કબીર’ છે.તેઓ નાહર સન્માન પુરસ્કાર, રાજસ્થાન સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ મીરાં પુરસ્કાર, વિશિષ્ટ સાહિત્યકાર સન્માન, મહારાણા કુંભા પુરસ્કાર, ઘનશ્યામદાસ સરાફ સર્વોત્તમ સાહિત્ય પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલા છે.