5 Books / Date of Birth:-
03-10-1907 / Date of Death:-
27-08-1981
મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા.તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્યમાં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યૂયોર્ક ખાતે આંતરરાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી.