Kiran Raval (Dr.)
4 Books
વ્યવસાયે હોમસાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા એવા ડૉ. કિરણ રાવલની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જવળ રહી છે. હોમસાયન્સ વિષયમાં બી.એ. (ગોલ્ડ મેડલીસ્ટ), એમ.એ., પીએચ.ડી. કરનાર કિરણબેન અનુસ્નાતક કક્ષાએ માન્ય શિક્ષક હોવા ઉપરાંત UCCના બે માઇનર રીસર્ચ પ્રોજેક્ટ કરી ચૂકયા છે. એ સિવાય ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના UGC માન્ય ટૂરિઝમ એન્ડ હૉસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સ વગેરેના વર્ગો લેવા સાથે સાથે તેઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, રાજયોગા એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના ગ્રામવિકાસ પ્રભાગ તથા શિક્ષા પ્રભાગમાં રીસોર્સ પર્સન તરીકે સક્રિય રીતે કાર્યરત છે. સંગીતક્ષેત્રે મધ્યમા પૂર્ણ, ટેકનીકલ ક્ષેત્રે ‘ટીચર્સ ટ્રેનીંગ ઇન નીડલ ક્રાફ્ટ’ અને ‘માસ્ટર ટેઇલર તથા મૂલ્ય શિક્ષણ ક્ષેત્રે પી.જી ડીપ્લોમા ઈન સ્પિરીચ્યુઆલિટી ઍન્ડ વેલ્યુ એજયુકેશન' જેવી ઉપાધિ ધરાવતા બહુવિધ પ્રતિભાશાળી કિરણબેન કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઑફ સ્ટડીઝ તથા અભ્યાસક્રમ સમિતિના નિયમિત સભ્ય પણ છે.