અવિનાશ પરીખ
નવલકથાકાર, બાળસાહિત્યકાર અવિનાશ પરીખનો જન્મ મહારાષ્ટ્રના તળોદા ગામમાં થયો હતો. શાળાજીવન દરમિયાન જ તેમણે કલમ સાથે દોસ્તી કરી લીધી હતી.
લેખકના રૂપમાં તેમણે આજ સુધી 125 પુસ્તકો સાહિત્યજગતને આપ્યાં છે. ગુજરાત સાહિત્ય અકાદમીનાં ચાર પુરસ્કારોથી પુરસ્કૃત અવિનાશભાઈને સાહિત્ય સંગમ તથા અન્ય સામાજિક સંસ્થાઓના ઍવૉર્ડ્ઝ પણ પ્રાપ્ત થયા છે.
આ લેખકના સાહિત્યપ્રદાનમાં નવલકથા, નવલિકા, ટૂંકીવાર્તા, બાળસાહિત્ય, અનુવાદ, ક્વિઝ, મોટીવેશનલ, જીવનચરિત્ર – વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મની એક સ્ક્રિપ્ટ પણ તેમણે લખી છે. તેમની એક ટૂંકીવાર્તા ઉપરથી ‘પોસ્ટમેન’ નામની શૉર્ટ ફિલ્મ પણ બની છે.
સ્ટેટ બૅંકમાંથી નિવૃત્ત થનાર આ લેખકને જૂના ફિલ્મની ગીતો અને જૂની ફિલ્મો ખૂબ ગમે છે. રાજ કપૂર તેમના પ્રિય કલાકાર છે. જ્યોતિષમાં પણ તે રસ ધરાવે છે. સવારની નિયમિત કસરત તેમના જીવનનું અવિભાજ્ય અંગ છે. વાંચન અને ક્રિકેટ તેમને ગમતી બાબતો છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા અવિનાશભાઈને જીવનમાં ખૂબ સારા મિત્રો અને કુટુંબીજનો મળ્યાનો બેહદ સંતોષ છે. અમદાવાદ તેમની કર્મભૂમિ છે.