Mrugesh Vaishnav (Dr.)
9 Books
ડૉ. મૃગેશ વૈષ્ણવ માનસિક રોગ અને સેક્સરોગના નિષ્ણાત ચિકિત્સક છે. જુદી-જુદી જાતીય સમસ્યાઓ અનુભવતા દર્દીઓની સારવારના તેમના દસ વર્ષના અનુભવ પરથી તેમને યુવાનોને જાતીય શિક્ષણ આપવું અત્યંત આવશ્યક લાગ્યું છે. જનસામાન્યને પાયાનું જાતીય જ્ઞાન આપવું એ આપણી સંસ્કૃતિ છે. એ સત્યને પ્રસ્થાપિત કરી ડૉ. વૈષ્ણવે ‘સંદેશ’ દૈનિક દ્વારા દર સોમવારે તેમની પ્રગટ થતી કોલમ મુગ્ધાવસ્થાની મૂંઝવણમાં લાખ્ખો વાંચકોની સમસ્યાઓના મનોવૈજ્ઞાનિક અને સેક્સ વૈજ્ઞાનિક ઉકેલો આપી માનવ જીવન વિજ્ઞાનનું પાયાનું શિક્ષણ આપવાનું કાર્ય હાથ ધર્યું છે.