ડૉ. નિવેદિતા ગાંગુલી એ પ્રખ્યાત મનોચિકિત્સક છે. વર્તમાન સમયમાં તેઓ DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ખાતે આચાર્યા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ એક ઉમદા લેખિકા પણ છે. તેમણે Life Skills - A Journey of Happiness, Changing Perspective – Changing life and Solving Children’s Day to Day problems. જેવાં પુસ્તકો પણ લખ્યાં છે. તેઓ ઘણી બધી શાળાઓ, કૉલેજો અને કંપનીઓ સાથે પણ જોડાયેલાં છે. ડૉ. ગાંગુલીએ મનોવિજ્ઞાન વિષયમાં Ph.D. કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને તે પોતાના કૌશલ્યોનો ઉપયોગ સમાજ માટે કરવા હંમેશાં તત્પર છે.