Dolarray Mankad
2 Books / Date of Birth:- 23-01-1902 / Date of Death:- 29-08-1970
માંકડ ડોલરરાય રંગીલદાસ વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી.જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલાં દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦ થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ની સ્થાપનામાં પ્રેરક

Showing all 2 results