સુધીર જાંભેકર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક છે. તેમણે અમેરિકામાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. તેમણે બોમ્બે યુનિવર્સિટીની ડિગ્રી સાથે ન્યુયોર્ક સિટીની કોલમ્બિયા યુનિવર્સિટીની ડિગ્રી મેળવેલી છે. 2008માં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટ્સ દ્વારા તેમને ડિઝાઇનમાં ફેલોશિપ આપવામાં આવી હતી. તેઓ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટના સભ્ય છે. એલઇડી માન્યતા પ્રાપ્ત વ્યાવસાયિક અને ભારતના આર્કિટેક્ચર કાઉન્સિલના તેઓ સભ્ય છે. તેમના પ્રોજેક્ટએ અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો સહિતના ઘણાં મોટા ડિઝાઇન પુરસ્કારો જીત્યા છે.