Nanabhai Bhatt
3 Books / Date of Birth:- 11-11-1882 / Date of Death:- 31-12-1961
નાનાભાઈ ભટ્ટનું મૂળ નામ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. તેઓ ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર અને જીવનનાં છેલ્લા વર્ષો દરમ્યાન કથાકાર હતા. તેમનો જન્મ ભાલ વિસ્તારનાં પચ્છે ગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને 1926ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી. 'ઘડતર અને ચણતર - ૧, ૨' તેમની આત્મકથા છે.