રાખી ગોપાલ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. એમણે પ્રસિદ્ધ કવિ ડો. અશોક ચક્રધરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યુ છે. તેમણે કેન્દ્રિય હિન્દી સંસ્થાનમાંથી અનુવાદકનો ડિપ્લોમા કર્યો છે. પ્રાણિક હિલિંગના ટ્રેનર પણ તેઓ રહી ચૂક્યાં છે. અત્યાર સુધી એમના બે અનુવાદ તથા પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એમને શરૂઆતથી જ બાળકો પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે.