જયેન્દ્ર ત્રિવેદીનો જન્મ ભાવનગર ખાતે થયો હતો. તેઓ હિંદીના અધ્યાપક હતા. તેમણે હિંદીના પ્રચાર અને પ્રસાર માટે જીવનભર કામ કર્યું. તેમણે હિન્દી સામયિકોમાં ગુજરાતી વિષે અને ગુજરાતી સામયિકોમાં હિન્દી સાહિત્ય વિષે ખૂબ લખ્યું. જ્ઞાન પ્રકાશન શ્રેણીમાં તેમનું 'ભારતની ભાષા સમસ્યા' 1966 માં પ્રગટ થયેલું. 'માર્કસ-જેની' તથા 'પ્રેમચંદ- શિવરાની'નાં દામ્પત્યજીવવનની કથા તેમણે 'બે અનોખા દંપતિઓ' માં આલેખી હતી. 'સૂર્યના સંતાનો' અને 'નિસર્ગલીલા અનંત' ગુજરાતી ‘સાહિત્ય અકાદમી’ દ્વારા પુરસ્કૃત થયા છે.