Ashok Patel
2 Books / Date of Birth:- 15-07-1963
ડૉ. અશોક પટેલનો જન્મ અમદાવાદ જીલ્લાના બાન્ટાઈ ગામે થયેલો. તેમણે પી.ટી.સી., એમ.એ. (ગુજરાતી), એમ.એ. (ઍજ્યુકેશન), એમ.એડ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલ છે. તેમણે 14 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં સેવા બજાવી છે. ત્યારબાદ 1997થી કૉલેજમાં અધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યા છે. તેમણે શિક્ષકની તાલીમ લેતા તાલીમાર્થીઓ માટે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ ગુજરાતના અગ્રણી દૈનિક `સંદેશ' સમાચારપત્રમાં ‘કેળવણીના કિનારે’ નામથી કટાર લખીને, તથા ટી.વી. પર વિવિધ ટોક શૉ દ્વારા ગુજરાતમાં શાળા-કૉલેજ, સમાજ અને સરકારની સાથે શિક્ષકો, આચાર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવાનું અને જાગૃતિ લાવવાનું પ્રસંશનીય કાર્ય કરી રહ્યા છે. તેઓનું મુખ્ય પ્રદાન શિક્ષણક્ષેત્ર સાથે રહ્યું છે. ગુજરાત રાજ્યમાં તેમના વિચારો અને કાર્યોનો શૈક્ષણિક પ્રભાવ ખૂબ જ પડ્યો છે. તેઓ ગુજરાતી વિષય સાથે શિક્ષણના વ્યાખ્યાતા હોવા ઉપરાંત, આધુનિક ટૅક્‌નૉલૉજીમાં ઊંડો રસ દાખવે છે. અત્યારે તેમની ગણના ગુજરાતીના ટોચના વ્યાખ્યાતાની સાથે લેખક, શિક્ષણવિદ્ અને શિક્ષણ સુધારક તરીકે થાય છે. તેમના પુસ્તક ‘કેળવણીના કિનારે’ને 2013ના શિક્ષણના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો ઍવૉર્ડ મળેલ છે. પ્રવાસનો શોખ ધરાવતા અશોક પટેલ ભારત ઉપરાંત સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, ન્યુઝિલૅન્ડ, ભૂતાન અને અમેરિકાની ઘણી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધેલ છે. તેમને ‘ભાઈ-તાઈ શિક્ષણ ઍવૉર્ડ’ મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. હૈદ્રરાબાદ-આંધ્રપ્રદેશ તરફથી ‘બ્રેઇનફિડ એક્યુલિટર ઑફ ધ ઇયર-2019’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
Social Links:-

Showing all 2 results