Chandrakant Topiwala
1 Book / Date of Birth:- 07-08-1936
ચન્દ્રકાન્ત અમૃતલાલ ટોપીવાળા ગુજરાતી કવિ અને વિવેચક છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેમણે ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન તેઓ પોરબંદરની કે. એચ. માધવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા અને ૧૯૭૧થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજમાં આચાર્યના પદે રહ્યા. ૧૯૮૪થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા. 'મહેરામણ' (૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; તેમને ૨૦૦૨માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૨૦૧૨માં તેમના વિવેચન 'ગુજરાતી સાક્ષીભાષ્ય' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને ૨૦૧૩માં સાહિત્યમાં તેમના પ્રદાન માટે 'સમન્વય ભાષા સન્માન' પુરસ્કાર મળ્યો હતો.

Showing the single result