એલન પીઝ એ ઑસ્ટ્રિલિયન બોડી લેંગ્વેજ એકસ્પર્ટ અને લેખક છે. એલન પીઝ અને તેની પત્ની બાર્બરાએ 18 બેસ્ટસેલર્સ પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તકો 100 થી વધુ દેશોમાં બેસ્ટસેલર્સ છે, 55 ભાષાઓમાં અનુવાદિત છે અને 27 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે. તેઓ વિશ્વભરના મીડિયામાં નિયમિતપણે દેખાય છે અને તેમનું કાર્ય 11 ટેલિવિઝન શ્રેણી, 4 નાટકો, નંબર વન બોક્સ ઓફિસ મૂવી અને ટીવી શ્રેણીનો વિષય છે, જેણે 100 મિલિયનથી વધુ લોકોના સંયુક્ત પ્રેક્ષકોને આકર્ષ્યા છે.