Mayur Khavdu
1 Book
તા. 4-1-1991ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જન્મેલા અને મૂળ જૂનાગઢના બિલખા ગામના વતની મયૂર ખાવડુ પત્રકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર છે. તાલાલા ગીરની માનસ વિદ્યાલય શાળામાંથી પ્રાથમિક શિક્ષણ, જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાંથી એમ.ફીલ.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ફૂલછાબ’માં કટારલેખન કર્યું છે. ‘કિંચિત્’ અને ‘નીરખે તે નજર’ એ એમની સાહિત્ય વિષયની બહુચર્ચિત કૉલમ રહી ચૂકી છે, જેમાં તેમણે સમકાલીન સાહિત્યકારોની કૃતિનું વિવેચન કર્યું. એમનું પ્રથમ પુસ્તક પરમ દેસાઈ સાથે ‘અજય અમિત અને મિલનું ભૂત’ હતું, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું બાળવાર્તા વિભાગમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. એમના નિબંધસંગ્રહ ‘નરસિંહ ટેકરી’ને વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયેલો છે. વર્ષ 2025માં જ એમણે ‘સફેદ કાગડો’ નામનો હાસ્યનિબંધસંગ્રહ પણ આપ્યો.

Showing the single result