Bahadurbhai J. Vank
1 Book / Date of Birth:- 13-05-1937
બહાદુરભાઈ વાંક ગુજરાતી લેખક છે. તેઓનું વતન ખારચિયા(વાંકના જિ. જૂનાગઢ) છે. તેઓ એસ.એસ.સી. સાહિત્યરત્ન (સંસ્કૃત) સાથે થયેલા છે. તેઓ ગુજરાત રાજ્યના એસ..ટી. ખાતામાં કારકુનની નોકરી કરી હાલમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમની પ્રથમ મૌલિક કૃતિ ‘મોદીનું બિલ’ હતી. અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં મૉડર્ન આર્ટનું પ્રદર્શન જોઇ ચિત્રકામ કરવાની પ્રેરણા મળી. વૃંદાવન સોલંકી પાસેથી ચિત્રકામ માટે પ્રાથમિક જાણકારી મેળવી અને કોઇપણ જાતની તાલીમ વગર પોર્ટ્રેઇટ બનાવવામાં પ્રવીણતા મેળવી. ‘અસ્તિત્વનાં રૂપો’ શિર્ષક સાથે મુંબઈની ‘જહાંગીર આર્ટ ગેલેરી’માં પહેલો વન મેન શૉ યોજ્યો. ત્યારબાદ દિલ્હી, હૈદરાબાદ, અલ્હાબાદ વગેરે શહેરોમાં પણ ચિત્ર પ્રદર્શનો યોજ્યા. ચિત્રકળાનો કરવાનો સુકાળ આવે તે પહેલાં ઝામરનો રોગ થયો અને દૃષ્ટિ ગઈ. સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં નવા લેખકો માટેના સત્રમાં કોઇએ ટીકા કરી કે ‘તે તો હવે આંધળા થઈ ગયા, તે શું લખી શકવાના?’ આનાથી ચઢેલી ચાનકે આંખના ઑપરેશન પછી ફૂટપટ્ટીનું મૅઝરમેન્ટ લઈને વાર્તાઓ લખવા માંડ્યા! આકાશવાણી પર ઘણાં કાર્યક્રમો આપ્યા છે. ‘જ્ઞાતિપત્ર’નું ત્રણ વર્ષ સંપાદન કરેલું છે.

Showing the single result