Gauri Borkar (Dr.)
1 Book
અહમદનગર સ્થિત ‘સાંઈ સ્પેશ્યાલિસ્ટ આયુર્વેદ સેન્ટર’ દ્વારા વૈદ્યકીય વ્યવસાય.આયુર્વેદિક નાડી-પરીક્ષા વિષયમાં વિશેષ પ્રવીણ અને સંશોધન.‘સાંઈ સોશિયલ ઍન્ડ મેડિકલ ફાઉન્ડેશન’ના માધ્યમથી મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ‘ગર્ભસંસ્કાર વર્ગ’ અને શિબિરનું આયોજન.દૈનિક લોકસત્તા, દૈનિક દેશદૂત, દૈનિક સાર્વમત, દૈનિક સમાચાર તેમજ વિવિધ દિવાળી અંક અને ચોક્કસ સમયાંતરેપ્રકાશિત પૂર્તિઓમાં ‘ગર્ભસંસ્કાર’ વિષય પર વિપુલ લખાણ.આકાશવાણીના ‘હેલો ડૉક્ટર’ કાર્યક્રમમાં સહભાગ ‘સ્થૂળતા’ વિષય પર સંશોધન અને આયુર્વેદશાસ્ત્રના આધારે નવા પ્રકારની સારવાર પદ્ધતિનો વિકાસ કર્યો.નાનાં બાળકોના શરીર અને બુદ્ધિ સંવર્ધન માટે વિશેષ સારવાર પદ્ધતિનો વિકાસ કર્યો.‘આયુર્વેદિક બ્યુટીથેરાપી’ વિષય પર અનેક શહેરોમાં વ્યાખ્યાન અને ‘બ્યુટીથેરાપિસ્ટ’ માટે અનેક સ્થળોએ કાર્યશાળાનું આયોજન.‘આયુર્વેદ અને હું’ આ એકપાત્રીય પ્રયોગનાં નિર્માત્રી. આ નાટક દ્વારા ‘માનવીના રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્ત્વ કેવી રીતે છે’ તે સમજાવવાનો પ્રયત્ન.મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ‘ગર્ભસંસ્કાર હેલ્પલાઇન’ શરૂ કરી. જેના દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભસંસ્કારશાસ્ત્રની પ્રાથમિક માહિતી આપવામાં આવે છે.