ડૉ. રૂપલ માંકડ, દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલિયાબાડામાં છેલ્લા ત્રણ દાયકાથી અધ્યાપિકા છે. અધ્યાપન કાર્યની સાથે તેમની નિસ્બત સમાજસંદર્ભી પણ રહી છે. કેળવણીની સમજ વિકસે તે માટે વિવિધ સંસ્થાઓમાં અનેક વક્તવ્યો એમણે આપ્યાં છે.
તેમનો શિક્ષણ અને સાહિત્ય પ્રેમ તેમની મૂળ ઓળખ છે. તેઓ શિક્ષણમાં વિવિધ પ્રયોગો કરવા પ્રતિબદ્ધ હોય છે. તેમના વિદ્યાર્થીઓમાં તેમની પ્રેમપ્રતિષ્ઠાથી સહું અવગત છે. લબ્ધપ્રતિષ્ઠિત કેળવણીકા૨ શ્રી ડોલ૨ભાઈ માંકડનો શિક્ષણ વારસો અને સ્વકર્મે વિદ્યાર્થીઓથી પાંગરેલા પોતીકાં વ્યક્તિત્વથી તેઓ સતત આનંદયાત્રી બની રહ્યાં છે.