Bimal Mitra
1 Book / Date of Birth:-
18-03-1912 / Date of Death:-
02-12-1991
કલકત્તાના એક પરામાં મધ્યમ વર્ગના સાધારણ સ્થિતિના એક કુટુંબમાં જન્મ તેમનો જન્મ થયો હતો. 1938માં કલકત્તા યુનિવર્સિટીમાં એમ. એ. થયા પછી રેલ્વેમાં નોકરીની શરૂઆત. રેલ્વેના જુદાં જુદાં વિભાગોમાં કામ કરતા આખરે લાંચરુશ્વત વિરોધી તપાસની કાર્યવાહીમાં જવાબદારીભર્યું પદ સંભાળ્યું. આ અંગે આખુંયે હિન્દ ફરી વળવાનું અને જાતજાતના માનવીઓના પરિચયમાં આવવાનું બન્યું. જે તેમના સાહિત્યસર્જન માટે અત્યંત ઉપયોગી થયું.લેખનની શરૂઆત એમણે સર્વત્ર થાય છે તેમ કાવ્ય-લેખનથી જ કરી હતી, પણ પદ્ય કરતાં ગદ્યમાં વધુ નક્કર ભૂમિ જણાતા પછી એમણે વાર્તા-નવલકથા લેખન શરૂ કર્યું. 1956માં રેલ્વેની નોકરીનું રાજીનામું આપી જીવન વ્યવસાય લેખે લેખનને જ અપનાવ્યું. એમણે કેટલીક સફળ નવલકથાઓ ઉપરાંત લગભગ બસો જેટલી ટૂંકી વાર્તાઓ પણ લખી છે. પરંતુ એમને સાચો યશ અપાવ્યો રેલ્વેની નાઇટ ડયુટીની નોકરી દરમિયાન લખાયેલ અને ‘દેશ’માં ચાલુ વાર્તા તરીકે પ્રગટ થતી એમની કૃતિ ‘સાહેબ-બીબી-ગુલામે’ એ. 1953ના સપ્ટેમ્બરમાં એ પુસ્તકાકારે પ્રગટ થતાં એક જ દિવસમાં સફળ નવલકથાકાર તરીકે એમનું નામ વિખ્યાત બની ગયું. બંગાળીમાં એની ચૌદ આવૃત્તિ થઈ ચૂકી છે. ઉપરાંત એનો અનુવાદ હિન્દી, ઉડિયા, ગુજરાતી અને કન્નડમાં પ્રગટ થઈ ચૂક્યો છે. અંગ્રેજી અનુવાદ યુ. કે.માં પ્રગટ થવાની તૈયારીમાં છે. એમની કૃતિ ‘કોડિ દિયે કિનલામ'માં 1912થી 1947ની 15મી ઑગષ્ટ સુધીના સમયનું અને તે પછી ત્રીજી કૃતિ ‘એક દશક શતક'માં 15 ઑગષ્ટ 1947થી 1962માં થયેલ ચીની આક્રમણના પ્રારંભ સુધીના સમયનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે.શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે 1962માં વિખ્યાત બંગાળી દૈનિક ‘યુગાન્તર'નું ‘યુગાન્તર પરિતોષિક' તથા 1964માં બંગાળનું ‘રવીન્દ્ર પારિતોષિક' એમને આપવામાં આવ્યું હતું.