Harindra Dave
9 Books / Date of Birth:- 19-09-1930 / Date of Death:- 29-03-1995
હરીન્દ્ર દવે કવિ, નવલકથાકાર, નિબંધકાર છે. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ. ૧૯૮૨ ના રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરું’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’- આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે.