જ્યોતિબેન થાનકીનો જન્મ પોરબંદર ખાતે આવેલ બગવદર ગમે થયો હતો. 1966 થી પોરબંદરની ગુરુકુળ મહિલા કૉલેજમાં અર્થશાસ્ત્રમાં અધ્યાપિકા તરીકે કાર્યક્રત હતા. જ્યોતિબેનના જીવનમાં શ્રીઅરવિંદ અને માતાજીનો ખૂબ પ્રભાવ જોવા મળે છે. તેમનું પ્રથમ પુસ્તક 'વાત્સલ્યમૂર્તિ' 1977 માં પ્રગટ થયું. એ પુસ્તકને ભગિની નિવેદિતા પારિતોષિક મળ્યું. 1979 માં ફાધર વાલેસની જીવનકથા 'પ્રભુનું સ્વપ્ન' પ્રગટ થયું અને એને સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યું. લેખિકા તરીકે એમની વિશેષતા ચરિત્રલેખનમાં છે.