
Rj Dhvanit
1 Book
ધ્વનિત ઠાકર ‘આર જે ધ્વનિત’ તરીકે વધુ જાણીતા છે. તેમણે શેઠ સી. એન. વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો છે. તે બાયોટેકનોલોજીમાં સ્નાતક છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા તેમણે ૨૦૦૩માં રેડિયો મિર્ચીની પ્રથમ પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લીધો. કોઈ પ્રકારની તાલીમ લીધી ન હોવા છતાં તેઓ ૧૫૦૦થી વધુ સ્પર્ધકો સામે જીતી ગયા.ધ્વનિત ઠાકર રેડિયો મિર્ચી પર સવાર અને સાંજના રેડિયો કાર્યક્રમોનું સંચાલન કરે છે. તેઓ રેડિયો જિંગલ્સ પણ બનાવે છે. ૨૦૦૯માં તેમણે તેમનું પ્રથમ સંગીત આલ્બમ ‘મજ્જાની લાઈફ’ રજૂ કર્યું જે અત્યંત સફળ રહ્યું. ૨૦૧૩માં તેમણે ‘ક્લિક કર!’ આલ્બમ માટે એક ગીત ગાયું હતું. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે જેમકે ‘કેવી રીતે જઈશ’, ‘બેટર હાફ’ અને ‘મોહનના મન્કીઝ’. તેઓ અમદાવાદ મિરરમાં ‘ધ્વનિત સબ જાનતા હૈ’ અને નવગુજરાત સમયમાં ‘જસ્ટ ધ્વનિત’ નામે કટારો લખે છે. તેઓ પ્રવાસન કંપની કોક્સ એન્ડ કિંગ્સના બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુક્યા છે. તેઓએ ગુજરાત સરકાર માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બનાવી છે. ધ્વનિતે ૨૦૧૭માં ફૈઝલ હાશમી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘વિટામીન શી’ ફિલ્મ દ્વારા અભિનયના ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું. તેઓ શ્રેષ્ઠ ગુજરાતી રેડીઓ જોકીનો ઍવોર્ડ અને શ્રેષ્ઠ કાર્યક્રમનો ઍવોર્ડ ઇન્ડિયા રેડિયો ફોરમ ઍવોર્ડસ્ ખાતે ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૫માં જીત્યા હતા.