ડૉ. પિનાકીન દવેનો જન્મ ગાંધીનગરના રૂપાલ ગામે થયો હતો. મુખ્ય વિષય સંસ્કૃત સાથે એમ. એ. થયા હતા. અમદાવાદની વિવેકાનંદ આર્ટસ કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપક હતા. 'વિશ્વજિત' નામની પ્રથમ નવલકથા દ્વારા જ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર થયા હતા. એમની બીજી લધુનવલકથા 'વિવર્ત' પણ વિશિષ્ટ કૃતિ છે. 'મહાશ્વેતા' માં એક કોઢવાળી સન્નારી સુધાની કરૂણ કથા આલેખી છે.'તૃપ્તિ', અને 'ડૂબતાં અવાજો' એ એમના વાર્તાસંગ્રહ છે.