પરમ સાંઈભક્ત અમ્મુલા સાંબશિવ રાવે સાંઈ તત્ત્વ તથા સાંઈ વિચારધારા દ્વારા આંધ્રપ્રદેશની જનતામાં સાંઈ જાગ્રતિનો પ્રચાર કરવામાં પાયાનું કામ કર્યું છે. એમણે આંધ્રપ્રદેશ અને અન્ય સ્થળોએ આવેલાં સાંઈ મંદિરોમાં ‘સાંઈ કોટિ નામલિખિત યજ્ઞ’ કરવાનું અજોડ કાર્ય કર્યું છે. તેઓ ‘શ્રી શિરડી સાંઈબાબા સેવાઆશ્રમ’ના આદ્યસ્થાપક તથા પ્રમુખ છે. આ સંસ્થા નોંધણીપત્રકમાં નોંધાયેલી છે, અને હૈદ્રાબાદમાં તેનું વડું મથક છે. ‘સાંઈબાબા દિવ્યજીવનનું તેજ’ અમ્મુલા સાંબશિવ રાવે તેલુગુ ભાષામાં લખ્યું છે અને એનો અંગ્રેજી અનુવાદ થોટા ભાસ્કર રાવે કર્યો છે.