દલપત ચૌહાણ ગુજરાતી સાહિત્યકાર છે. જેમને કવિતા, નવલકથા, વાર્તા અને વિવેચન ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમનો જન્મ મંડાલી.(મહેસાણા) ખાતે થયો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત થઈ લેખન કાર્ય કરે છે. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેમના પુસ્તકો માટે સન્માનિત થયા છે.