
Harry Paul
1 Book
હેરી સાત પુસ્તકોના સહલેખક છે, જેમાં FISH! (A Proven Way to Boost Morale and Improve Result)નો સમાવેશ થાય છે. બિઝનેસને લગતાં પુસ્તકોમાં આ બેસ્ટસેલર રહ્યું છે, જેની સાઠ લાખથી વધુ નકલનું વેચાણ અને પાંત્રીસ ભાષામાં ભાવાનુવાદ થયેલ છે. ઘણાં વર્ષો સુધી હેરી પૌલનાં પુસ્તકો New York Times, Publisher’s Weekly, Business Week, Amazon.com અને Wall Street Journalનાં બેસ્ટસેલર્સ લિસ્ટમાં રહ્યાં છે. તેમનું તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક છે ‘Who Kidnapped Excellence?: What is Stopping Us From Giving and Being Our Best?
હેરી એક ખુશમિજાજ વ્યક્તિ, ઉત્સાહપ્રેરક વક્તા અને બેસ્ટસેલિંગ લેખક છે. તે લોકોને પોતાના કામમાં આનંદ માણવા અને અંગત તથા વ્યવસાયિક રીતે સફળ થવા માટે માર્ગદર્શન આપે છે.
હેરી, સમજણની ઊંડી વાત આનંદ થાય, તુરંત સમજાય અને અમલમાં મુકાય તે રીતે કરે છે. તેમના સંદેશા થકી એવા કાર્યસ્થળની રચના કરી શકાય છે જ્યાં લોકો આવવું પડે એટલે નહીં, પણ આવવું ગમે તેને માટે આવે. આ કાર્યસ્થળ વિશ્વાસ, આદર અને સંભાળના પાયા પર રચાયેલું હોય, ડર પર નહીં. અહીં બધાંને જાણ હોય કે તે જો ઉત્તમ કામ કરશે તો તેને માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થશે. પ્રોડક્ટિવિટી અને ફાયદો તેમની સખત મહેનતના વળતરરૂપ બનશે.
અત્યાર સુધીમાં હેરીએ સામાજિક અને કૉર્પોરેટ ક્ષેત્રે, મર્યાદિત અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને અમેરિકા, કૅનેડા, મેક્સિકો, સિંગાપોર, બાહરીન, શ્રીલંકા અને ભારતમાં વક્તવ્ય આપ્યાં છે. તેમના કસ્ટમર્સમાં Astra Zeneca, Augusta National Golf Club, Johnson and Johnson, Domino’s Pizza, Verizon, Pfizer, Dupont, Sanofi, Proctor and Gamble, Boeing, KPMG, Brandix-Sri Lanka, Maruti-Suzuki India અને NASSCOM Indiaનો સમાવેશ થાય છે. તેમને ચાર દાયકાનો અનુભવ છે, જેને કારણે તેમનાં પ્રેઝન્ટેશન ઘણાં અસરકારક હોય છે. તે Ken Blachard Companiesમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હતા.
હેરીના લેખો અને ઇન્ટરવ્યૂ ઘણાં ભારતીય પ્રકાશનોમાં પ્રસિદ્ધ થયેલા છે, જેવા કે Economic Times, Business Standard, Outlook Business, Smart Manager અને Business Today.










