Peter Thiel
1 Book
પીટર થિયલ ઍન્ટ્રપ્રિન્યોર અને ઇન્વેસ્ટર છે. તેમણે 1998માં PayPal કંપની સ્થાપી અને તેના CEO તરીકે કામ કર્યું. ઑનલાઇન પેમેન્ટને ઝડપી અને સુરક્ષિત બનાવનારી આ કંપની 2002માં શૅરબજારમાં પ્રવેશી હતી. 2004માં Facebookમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા તેઓ પ્રથમ બહારના ઇન્વેસ્ટર હતા અને કંપનીમાં ડિરેક્ટર તરીકે પણ જોડાયા હતા. તે જ વર્ષે થિયલે વધુ એક સૉફ્ટવૅર કંપની Palantir Technologies શરૂ કરી. રાષ્ટ્રીય સુરક્ષા અને નાણાકીય ગેરરીતિના સંભવિત જોખમને નિવારવા કમ્પ્યૂટરની મદદથી ડૅટાનું ઍનેલિસિસ કરવામાં ઍક્સપર્ટ્સને સહાયરૂપ થાય તેવું સૉફ્ટવૅર કંપનીએ વિકસાવ્યું છે. આ ઉપરાંત LinkedIn, Yelp, અને ડઝન બીજી સફળ ટૅક્નૉલૉજી સ્ટાર્ટ-અપમાં તેઓ પ્રારંભિક રોકાણકાર બન્યા હતા. આમાંની ઘણી કંપનીના ફાઉન્ડર્સ તેમની પોતાની સ્ટાર્ટ-અપ PayPalમાં સાથીઓ તરીકે હતા. આ સાથીઓ એટલા સફળ રહ્યા છે કે આજે આ બધાને ટૅકવર્લ્ડમાં ‘PayPal Mafia’ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેઓ SpaceX તથા Airbnb જેવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારી સિલિકોન વૅલીની વૅન્ચર કૅપિટલ ફર્મ Founders Fundના પાર્ટનર છે. તેમણે Thiel Fellowship પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ યુવાનોમાં શાળાકીય અભ્યાસથી આગળ જ્ઞાન પ્રાપ્તિને પ્રોત્સાહન આપવાનો છે. તેઓ Thiel Foundation પણ ચલાવે છે, જે લાંબા ગાળાના ભવિષ્ય પર વિચાર કરવા અને ટૅક્નૉલૉજીને પ્રગતિની નવી દિશામાં લઈ જવાનું કામ કરે છે. બ્લૅક માસ્ટર્સ 2012માં સ્ટૅનફૉર્ડ લૉ સ્કૂલમાં ભણતા હતા. તે વખતે તેમણે સ્ટૅનફૉર્ડમાં ચાલતા પીટર થિયલના ક્લાસ ‘Computer Science 183 : Startup’ ભર્યા હતા અને તેની વિગતવાર નોટ્સ બનાવી હતી. આ નોટ્સ તેમણે ઓનલાઇન મૂકી અને જોતજોતામાં તે વિદ્યાર્થીઓમાં ફરી વળી હતી. ઇન્ટરનેટ પર લોકપ્રિય બનેલી તેમની આ નોટ્સને આધારે જ આખરે આ પુસ્તક તૈયાર થયું છે. બ્લેક માસ્ટર્સ બાદમાં લીગલ રિસર્ચના ક્ષેત્રમાં કામ કરતી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ-અપ Judicataના કો-ફાઉન્ડર બન્યા.

Showing the single result