મોહમ્મદ વલીભાઈ માંકડ જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક છે. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે. તેમનો જન્મ બોટાદ જિલ્લાનાં એક ગામમાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. 1982-92 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી. તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧1984-90 સુધી રહ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. તેમણે કેલિડોસ્કોપ નામની કટાર વર્ષો સુધી લખી.
૨૦૦૭માં તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો. તેમને 1967 અને 1992માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકાર તરફથી તેમને 1969, 1971 અને 1973માં પુરસ્કારો મળેલા. 2019માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2018નો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.