Vickrant Mahajan
1 Book
યુનિવર્સિટી ઑફ ડેન્વેર, કોલારોડામાંથી પુસ્તક પ્રકાશનનો કોર્સ કર્યા બાદ વિક્રાન્ત મહાજન 2001માં હાર્પર કોલિન્સ પબ્લિશર્સ, દિલ્હીમાં સંપાદક તરીકે જોડાયા. 2003માં તેઓ ગ્રાસિમ ‘મિ. ઇન્ડિયા’માં ફર્સ્ટ રનર અપ અને મિ. ફોટોજેનિક બન્યા અને તેમની જિંદગી હંમેશ માટે બદલાઈ ગઈ. હકીકતમાં વિક્રાંતના જીવનમાં પરિવર્તન જ કાયમી રહું છે. તેઓ જુદા જુદા બાર વ્યવસાય સાથે સંકળાયેલા છે, લેખક, સંપાદક, પ્રકાશક, ફોટોગ્રાફર, મૉડેલ, ઍક્ટર, અર્થશાસ્ત્રી, ઉદ્ઘોષક, વ્યક્તિવિકાસ શીખવનાર, કટારલેખક, વાર્તાલેખક, મોટીવેટર જેવી કામગીરી બજાવે છે અને દરેક કામનો  પૂર્ણપણે આનંદ ઉઠાવે છે. તેમના પહેલા ત્રણ પુસ્તક ‘મોડેલ ડ્રીમ્સ’, ‘શૂશટગ ફ્રોમ ધ લિપ’, ‘ગૉડ સ્પીક્સ ઇન નંબ’સ’ વાસ્તવદર્શી હતાં. જ્યારે તેમનું ચોથું પુસ્તક ‘ઍન્ડ ધ શો ગોઝ ઑન’ નાની વાર્તાઓનું સંપાદન હતું. તદ્ઉપરાંત તેઓએ તેમની પત્નીની કૉફી-ટેબલ બુક ‘ધ આઇ ઑફ ઇટમાઇટી’નું સંપાદન કર્યું છે, ચાર અંગત ફોટોગ્રાફીક કૉફીટેબલ બુક – ‘ધ રૉયલ સાગા’, ‘લાગીન’, ‘માય રેડ-લેટર ડે’ તથા ‘સ્ટનિંગ’ લખી છે. તેમના ફોટોગ્રાફસનાં પ્રદર્શન ભારત અને દુબઈમાં થઈ ચૂક્યાં છે. ‘સ્ટ્રેચ યોરસેલ્ફ’ તેમનું દસમું પુસ્તક છે. તેમણે લાઇફસ્ટાઇલ ફોટોગ્રાફર રોનિકા કંધારી સાથે લગ્ન કર્યાં છે અને દિલ્હીમાં રહે છે.

Showing the single result