Sureshchandra Bhatia
1 Book / Date of Birth:- 1940
સ્ટીલ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના ભિલાઈ, રુરકેલા અને બોકારો ખાતે પ્લાનિંગ એન્જિનિયરિંગ અને આયોજન વિભાગમાં ચાલીસ વર્ષથી વધારે અનુભવ ધરાવે છે. ‘ઇન્ડિયા’ બોકારો સ્ટીલ સીટી ખાતે ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સના સંસ્થાપક સચિવ અને કમ્પ્યૂટર સોસાયટી ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે સેવાઓ આપેલી છે. 2002માં મળેલી એન્જિનિયરિંગ વિજ્ઞાનની 89મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.પ્રકાશન : ટેક્નિકને લગતાં દસ હિંદી અને બે અંગ્રેજી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. સર વિશ્વેશ્વરૈયાના જીવનદર્શન અને કાર્યશૈલી પર આધારિત એક વિશિષ્ટ હિંદી પુસ્તકે ખૂબજ ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત તેઓ મૅનેજમૅન્ટ અને એન્જિનિયરિંગ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી અને પ્રોજેક્ટ ગાઈડ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.પુરસ્કાર-સન્માન : ભારત સરકાર દ્વારા દસ હિંદી પુસ્તકોને, સરકારના સ્ટીલ અને લોખંડ વિભાગ દ્વારા સાત પુસ્તકોને તથા દરિયાઈ વિભાગ દ્વારા ત્રણ પુસ્તકોને પુરસ્કાર મળ્યા છે.હાલમાં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચ.ડી. કરી રહ્યાં છે.

Showing the single result