3 Books / Date of Birth:-
20-10-1885 / Date of Death:-
04-01-1907
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નવલકથાકાર, કવિ, ચરિત્રકાર અને વિવેચક હતા. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. 1875માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી, ક્યારેય નોકરી કરવી નહીં અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે ‘ભાષા અને સાહિત્ય’ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. 1879-83 દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. 1883-98 સુધી મુંબઈમાં વકીલાત કરી. વકીલાત સારી ચાલતી હતી તો પણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ 1898માં લેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. 1905માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
1883થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (1887) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (1892), ભા.૩ (1898) અને ભા.૪ (1901) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.