Raj M. S. Goswami
1 Book
જેમના લખાણમાં કાઠિયાવાડની માટીની મહેક, ગામડાંના લોકોની ગપસપ અને માનવસ્વભાવની નિર્દોષ અળવિતરાઈનો જીવંત ધબકારો સાંભળવા મળે, એવા કલમના ધણી એટલે ગોલ્ડ મેડલિસ્ટ Er. રાજ એમ. એસ. ગોસ્વામી. પોરબંદરની ધરતી પર જન્મેલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે વસેલા લાંબા (લાંબા બંદર) ગામને પોતાની કર્મભૂમિ બનાવનાર રાજસાહેબ સાહિત્યજગતમાં હાસ્ય અને વાસ્તવિકતાનું એક અનોખું રસાયણ લઈને આવ્યા છે.વ્યવસાયે એક એન્જિનિયર અને શિક્ષણજગતમાં 23 વર્ષ કરતાં પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા તેઓ એક આદર્શ શિક્ષક, વિચારક અને માર્ગદર્શક છે. પોતાની લોકપ્રિય યુટ્યુબ ચૅનલ ‘Practical Guruji’ દ્વારા લાખો વિદ્યાર્થીઓ સુધી વિજ્ઞાન અને સ્માર્ટ લર્નિંગ ટૅક્નિક પહોંચાડનારા રાજસાહેબ ડિજિટલ પબ્લિશિંગ અને સાહિત્યસર્જનમાં પણ એટલો જ મજબૂત પ્રભાવ ધરાવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમના દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક તો પ્રખ્યાત ઇ-કૉમર્સ પ્લૅટફૉર્મ એમેઝોન.કોમ દ્વારા યુ.કે.ના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી ગયું છે. 23 વર્ષથી વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસનાર લેખક રાજ એમ. એસ. ગોસ્વામી હવે AI ટ્રેનર કરીકે પણ કામ કરી રહ્યા છે.રાજ એમ. એસ. ગોસ્વામી એટલે શબ્દોના જાદુગર અને માનવસહજ હાસ્યના અનોખા કસબી.

Showing the single result